આયુષમાન ભવ: ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ યોજાયો
વાંકાનેરના રાતાવિરડામાં રહેતા યુવાને સોશિયલ મીડિયા હથિયાર સાથે ફોટો અપલોડ કરતાં બેની ધરપકડ
SHARE
વાંકાનેરના રાતાવિરડામાં રહેતા યુવાને સોશિયલ મીડિયા હથિયાર સાથે ફોટો અપલોડ કરતાં બેની ધરપકડ
વાંકાનેર નજીકના રાતાવિરડા ગામે રહેતા યુવાને પોતાની પાસે લાયસન્સ કે પરવાનો ન હોવા છતાં પણ બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને પોતાના વ્હોટ્સએપ અને ફેસબુક આઈડી ઉપર અપલોડ કર્યો હતો જેથી કરીને એસઓજીની ટીમે ફોટો અપલોડ કરનાર તથા ફોટો પાડવા માટે તેને હથિયાર આપનાર બંને આરોપીની ધરપકડ કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા ગેરકાયદે હથિયાર પકડવા માટે તથા લાયસન્સ કે પરવાના ન હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ગામે રહેતા બાબુભાઈ ચોથાભાઈ પાંચિયા જાતે ભરવાડએ પોતાના વ્હોટ્સએપ અને ફેસબુક આઈડી ઉપર બાર બોરના હથિયાર સાથેનો ફોટો મૂક્યો હતો જેથી તેની તપાસ કરવામાં આવતા તેની પાસે હથિયારનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને હથિયાર સાથેનો ફોટો તેણે પોતાના સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો જેથી કરીને એસઓજીની ટીમ દ્વારા બાબુભાઈ ચોથાભાઈ પાંચિયા જાતે ભરવાડ (૨૯) અને અરજણભાઈ હિન્દુભાઈ પાંચિયા જાતે ભરવાડ (૬૧) રહે. બંને રાતાવિરડા વાળાની ધરપકડ કરીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
વરલી જુગાર
હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવ મંદિર પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજીતભાઈ મકાભાઇ ગોહિલ જાતે કોળી (૩૫) રહે. પંચમુખી ઢોરા વિસ્તાર હળવદ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૪૨૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે