માળીયા (મી)ના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાએ રાજકોટ ખસેડાતા રસ્તામાં વિરપર નજીક મોત
મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ મેળામાંથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી
SHARE
મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ મેળામાંથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી થયેલ છે જેથી કરીને હાલમાં તે યુવાને અજાણ્ય શખ્સની સામે ૭૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં વીર વિક્રમનગર ખાતે રહેતા પ્રવીણભાઈ મગનભાઈ ગોહિલ જાતે અનુ. જાતિ ૪૫ એ અજાણ્ય શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તને જણાવ્યુ છે કે, મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી તેના ઓપો કંપનીના ૭૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









