મોરબીના સ્કાય મોલમાં વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત કાર્યક્રમ યોજાશે
માળીયા (મી)ના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાએ રાજકોટ ખસેડાતા રસ્તામાં વિરપર નજીક મોત
SHARE
માળીયા (મી)ના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાએ રાજકોટ ખસેડાતા રસ્તામાં વિરપર નજીક મોત
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના પીપળીધરાના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે હિતેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દલપતભાઈ પરમારના પત્ની અનિતાબેન પરમાર (ઉમર ૨૦) એ કોઈ કારણોસર ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના અરસામાં વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેમને તાત્કાલિક જેતપર સીએચસી ખાતે લઈ જવાયા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ હાલત નાજુક ગણાતા રાજકોટ ખસેડવા જણાવ્યું હતું અને રાજકોટ લઈ જતા સમયે રસ્તામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા વીરપર ગામ પાસે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું.જેથી મૃતક અનિતાબેનના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેણીને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્રારા બાદમાં માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









