મોરબીના ઉંચી માડલ પાસે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત માળિયા (મી)ના નાના દહીસરા ગામના પાટીયા પાસે ટ્રક ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત મોરબીના લજાઈ પાસે બોલેરો-બાઇક અથડામણ, ત્રણ લોકો સારવાર મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના ટીબડી પાસે રોંગ સાઈડમાં જતુ ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બેને ઈજા 


SHARE





મોરબીના ટીંબડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રોંગ સાઇડમાં જતુ ટુ-વ્હીલર (બાઇક) ટ્રક સાથે અથડાયું હતું જેથી કરીને બે લોકોને ઇજા થતાં સારવારમાં ખસેડાયા છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ફેઇસ સિરામિક નજીક રહેતો માંગીલાલ વસનાભાઇ ભીલ (૪૦) અને ત્રાજપર વિસ્તારમાં રહેતો રમેશ બચુભાઇ કોળી (૪૦) ડબલ સવારીમાં જીજે ૩ ઇએલ૪૨૫૮ નંબર નું બાઈક લઈને જતા હતા અને ટીંબડી નજીક તેઓનું બાઈક રોંગ સાઈડમાં ચલાવીને જતા સમયે સામેથી આવતી ટ્રક સાથે બાઇક અથડાયુ હતુ જેમા બંનેને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

મોરબીના નવી પીપળી ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા દક્ષાબેન ભરતભાઈ જેઠલોજા નામની ૪૧ વર્ષીય મહિલાને સારવાર માટેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા નજીક આવેલ રામદેવપીરના ઢોળા પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ત્યાંના જ રહેવાસી રાજુ દેવજીભાઇ સોરાણીયા નામના ૪૫ વર્ષના યુવાનને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વાંકાનેર હાઇવે પાસે આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતો ગણેશ અજયભાઈ તીવારી નામનો ૧૭ વર્ષનો યુવાન વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ જતા તેને સારવારમાં મંગલમ હોસ્પિટલે લઇ જવાયો હતો ત્યાંથી જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ બનાવની આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે




Latest News