મોરબીના શોભેશ્વર રોડે મફતીયપરામાં થયેલ મારામારીમાં કુલ ચાર આરોપીની ધરપકડ
હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ અપહરણ-એટ્રોસીટિના ગુનામાં આરોપીની ધરપકડ
SHARE







હળવદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પિતાએ આરોપીના નામ જોગ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આરોપીની અપહરણ અને એટ્રોસીટિના ગુનામાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે
હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા શ્રમજીવી પરિવારની સગીર વયની દીકરીને મૂળ પાટણ જિલ્લાના કોરડા ગામનો રહેવાસી સોમાભાઈ અરજણભાઈ ઠાકોર નામનો શખ્સ ભગાડી ગયો હતો જેથી કરીને સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સગીરાનું અપહરણ અને એટ્રોસીટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી સોમાભાઈ અરજણભાઈ ઠાકોર રહે, કોરડા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે
