મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ મોરબી તાલુકામાં વાહનોમાંથી ડીઝલ ચોર કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર સાગરીતો 3.61 લાખના મુદામાલ સાથે ઝડપાયા, પાંચ શખ્સોની શોધખોળ મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ
Breaking news
Morbi Today

મોરબીના ટીબડી પાસે રોંગ સાઈડમાં જતુ ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બેને ઈજા 


SHARE















મોરબીના ટીંબડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રોંગ સાઇડમાં જતુ ટુ-વ્હીલર (બાઇક) ટ્રક સાથે અથડાયું હતું જેથી કરીને બે લોકોને ઇજા થતાં સારવારમાં ખસેડાયા છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ફેઇસ સિરામિક નજીક રહેતો માંગીલાલ વસનાભાઇ ભીલ (૪૦) અને ત્રાજપર વિસ્તારમાં રહેતો રમેશ બચુભાઇ કોળી (૪૦) ડબલ સવારીમાં જીજે ૩ ઇએલ૪૨૫૮ નંબર નું બાઈક લઈને જતા હતા અને ટીંબડી નજીક તેઓનું બાઈક રોંગ સાઈડમાં ચલાવીને જતા સમયે સામેથી આવતી ટ્રક સાથે બાઇક અથડાયુ હતુ જેમા બંનેને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

મોરબીના નવી પીપળી ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા દક્ષાબેન ભરતભાઈ જેઠલોજા નામની ૪૧ વર્ષીય મહિલાને સારવાર માટેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા નજીક આવેલ રામદેવપીરના ઢોળા પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ત્યાંના જ રહેવાસી રાજુ દેવજીભાઇ સોરાણીયા નામના ૪૫ વર્ષના યુવાનને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વાંકાનેર હાઇવે પાસે આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતો ગણેશ અજયભાઈ તીવારી નામનો ૧૭ વર્ષનો યુવાન વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ જતા તેને સારવારમાં મંગલમ હોસ્પિટલે લઇ જવાયો હતો ત્યાંથી જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ બનાવની આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે






Latest News