મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે કામ બાબતે પિતાએ ઠપકો આપતા તરુણે ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE

















મોરબીના ધુળકોટ ગામે તરુણને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તરુણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા તે તરુણનું મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ધુળકોટ ગામે અશોકભાઇ અરજણભાઇ વેગડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં હબુભાઇ ભિલના ૧૫ વર્ષના દીકરા દિનેશે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં ખેસેડાયો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા દિનેશનું મોત નીપજયું હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ કે. એમ. સોલગામએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, પ્રાથમિક તપાસમાં એવિ હક્કિત સામે આવી છે કે, મૃતક દિનેશને તેના પિતા હાબુભાઈ ભીલએ મજૂરીનું કામ ચીંધ્યું હતું જે તે ના કરતાં તે બાબતે પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેનું લાગી આવતાં દિનેશે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નીપજયું છે

પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

વાંકાનેર તાલુકામાં આવતા ભેરડા ગામે રહેતા મમતાબેન જલારામભાઈ વાઘેલા નામની મહિલા કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓના દોઢ વર્ષ પહેલા પુનઃ લગ્ન થયેલા છે અને સંતાનમાં આગલા ઘરની એક દીકરી છે જો કેહાલમાં કયા કારણોસર મમતાબેન ઝેરી દવા પી લીધી છે તે દિશામાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના એએસઆઇ હકાભાઈ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે




Latest News