મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિગ યોજાયુ
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે કામ બાબતે પિતાએ ઠપકો આપતા તરુણે ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE















મોરબીના ધુળકોટ ગામે તરુણને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તરુણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા તે તરુણનું મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ધુળકોટ ગામે અશોકભાઇ અરજણભાઇ વેગડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં હબુભાઇ ભિલના ૧૫ વર્ષના દીકરા દિનેશે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં ખેસેડાયો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા દિનેશનું મોત નીપજયું હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ કે. એમ. સોલગામએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, પ્રાથમિક તપાસમાં એવિ હક્કિત સામે આવી છે કે, મૃતક દિનેશને તેના પિતા હાબુભાઈ ભીલએ મજૂરીનું કામ ચીંધ્યું હતું જે તે ના કરતાં તે બાબતે પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેનું લાગી આવતાં દિનેશે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નીપજયું છે

પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

વાંકાનેર તાલુકામાં આવતા ભેરડા ગામે રહેતા મમતાબેન જલારામભાઈ વાઘેલા નામની મહિલા કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓના દોઢ વર્ષ પહેલા પુનઃ લગ્ન થયેલા છે અને સંતાનમાં આગલા ઘરની એક દીકરી છે જો કેહાલમાં કયા કારણોસર મમતાબેન ઝેરી દવા પી લીધી છે તે દિશામાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના એએસઆઇ હકાભાઈ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે






Latest News