વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા સીએમને રજૂઆત
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લખીમપુરના દોષિતોને ફાંસીની માંગ
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લખીમપુરના દોષિતોને ફાંસીની માંગ
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતોને કચડી નાખવાના બનાવના દેશમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાનીમાં કે.ડી.પડ્સુંબિયા, રમેશભાઈ રબારી, મુકેશભાઇ ગામી, અશ્વિનભાઈ વિડજા, નયનભાઇ આઘારા, રાજુભાઇ આહીર, લલિતાભાઈ કસુન્દ્રા, મહેશભાઇ રાજ્યગુરુ, ભાવેશભાઈ પટેલ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં કલેક્ટરને આવેદન આપવા માટે ગયા હતા ત્યારે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોને કચેરીમાં પોલીસે આવવા ન દેતા થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને બાદમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને યુપીમાં થયેલા ખેડૂતોના નરસંહાર મામલે કક્ડ કાર્યવાહી કરવામાં આવે અને આરોપીને ફાંસીની સજા અને ખેડૂતો વિરોધી કાયદા રદ કરવાની માંગ કરી હતી