વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા સીએમને રજૂઆત


SHARE









વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા સીએમને રજૂઆત

ચાલુ વર્ષ વાંકાનેર તાલુકામાં પડેલા વરસાદના લીધે અતિવૃષ્ટિ જેવો ઘાટ સર્જાયો છે અને તેના લીધે વાંકાનેરના ખેડૂતોના પાકને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને નુકશાનનું વળતર આપવામાં આવે તેવી વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય જિજ્ઞાસાબેન મેર દ્વારા ગુજરાતનાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુલાબ વાવાઝોડાંના કારણે ગુજરાતભરમાં વરસાદ થયેલ છે ત્યારે વાંકાનેર તાલુકાના અનેક ગામમાં ખેડૂતોની ખેતપેદાશોને ખૂબ જ નુકશાન થયુ છે. અને ખાસ કરીને ચોમાસું પાક કપાસ, બાજરી, મગફળી, કઠોળ, તલ વગેરેને નુકશાન થયેલું છે. જેથી ખેડૂતોને વળતર આપવામાં આવે તે જરૂરી છે ત્યારે સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારીને યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે અને વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયલો તાલુકો જાહેર કરી ખેડૂતોને સર્વે કરાવીને યોગ્ય સહાય આપવાની માંગ કરી છે 




Latest News