મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લખીમપુરના દોષિતોને ફાંસીની માંગ
મોરબીના ત્રીમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જીલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ
SHARE
મોરબીના ત્રીમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જીલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ
મોરબી જીલ્લામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જીલ્લા કક્ષાની ચિંતન શિબિરનું નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેની માહિતી આપતા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ નિરૂભા બેચુભા ઝાલા, મહામંત્રી જયેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ લાલુભા ઝાલાએ જણાવ્યુ છે કે, સૌ પ્રથમ કોરોનામાં અવસાન પામેલા રાજપૂત સમાજના લોકોને મૌન પાળીને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહજી જાડેજાએ કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તા નિર્માણ તથા ઐતિહાસિક માહિતી આપી હતી. તો પી. ટી. જાડેજાએ સમાજ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. અને રંગપના મહેન્દ્રસિંહજી ઝાલા દ્વારા સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને મહિલા સંઘના અધ્યક્ષ જયશ્રીબા ઝાલા અને ગુજરાત મહિલા સંઘના અધ્યક્ષ દશરથબા પરમારે રાજપૂત સમાજના મહિલાઓની વર્તમાન સમસ્યા અને તેના સમાજ દ્વારા ઉકેલની જાણકારી આપી હતી અને અંતે આભાર જે.એમ. જાડેજાએ વ્યક્ત કર્યો હતો