મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતોના બનાવમાં ત્રણને રાજકોટ ખસેડાયા 


SHARE











મોરબીમાં વાહન અકસ્માતોના બનાવમાં ત્રણને રાજકોટ ખસેડાયા 

મોરબી નજીક જુદી-જુદી ત્રણ જગ્યાઓએ થયેલા વાહન અકસ્માતોના બનાવોમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતનો પ્રથમ બનાવ મોરબીના કંડલા બાયપાસ લક્ષ્મીનગર ગામ નજીક બન્યો હતો જ્યાં હાઈવે ઉપરથી બાઇક લઇને જતાં સમયે બાઈક સ્લીપ ખાઈ જવાના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા મયુર મનુભાઈ અજાણા (ઉમર ૨૬ રહે.ભગવતીપરા વાવડી રોડ મોરબી) નામના યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જોકે અહીં ટ્રોમા સેન્ટરનો ભાવ હોવાને લીધે મયુરને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો બીજો બનાવ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસેના સર્વિસ રોડ ઉપર બન્યો હતો જેમાં રિક્ષામાં બેસીને જઈ રહેલા નરવતભાઈ કેવલરામ ભુરિયા નામનો ૩૫ વર્ષીય ઉંચી માંડલ ગામે રહેતો યુવાન

રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે બાઇક ચાલકે તેનું બાઇક નરવતભાઇના ડાબા પગ સાથે અથડાયું હતું જે બનાવમાં પગના ભાગે ઇજાઓ સાથે નરવતભાઈ ભુરીયાને અહીંની સિવિલે સારવારમાં લવાયો હતો તેને પણ અહીં પાટાપિંડી કરીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે..! 

જ્યારે અકસ્માતનો ત્રીજો બનાવ મોરબી તાલુકાના બગથળા ગામે બન્યો હતો જ્યાં ગામના પાદરમાંથી બાઇક લઇને જતાં સમયે વિજયભાઇ મગનભાઈ કોળી નામના ૫૦ વર્ષીય આધેડનું બાઈક સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત થયેલા વિજયભાઈને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જોકે રાબેતા મુજબ અહીં ટ્રોમા સેન્ટરનો અભાવ હોય પ્રાથમિક પાટાપિંડી કરીને વિજયભાઈ કોળીને પણ રાજકોટ સારવારમાં લઈ જવાયા હોવાનું જાણવા મળે છે.તેમજ વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતા અબ્દુલભાઈ મામદભાઇ બાદી નામના ૫૦ વર્ષીય આધેડને પણ વાંકાનેર પંથકમાં વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા તેઓને સારવારમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.






Latest News