વાંકાનેરનાં ઠીકરીયાળામાં પિતાની સાથે માથાકૂટ કરનાર શખ્સે યુવાનને પાઈપથી માર માર્યો
મોરબીમાં સામેથી ભટકાયેલા શખ્સને કેમ દેખાતુ નથી કહેતા યુવાનને લાફા ઝીકિને છરીનો ઘા માર્યો
SHARE
મોરબીમાં સામેથી ભટકાયેલા શખ્સને કેમ દેખાતુ નથી કહેતા યુવાનને લાફા ઝીકિને છરીનો ઘા માર્યો
મોરબીના ભડીયાદ ગામે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસેથી જતાં યુવાનની સાથે ભટકાયેલા શખ્સને “કેમ દેખાતુ નથી” તેવું યુવાને કહેત ઉશ્કેરાયેલા શખ્સે ટેન ઝપાટો મારી હતી અને બીજા શખ્સે ત્યાં આવીને છરીનો પેટના ભાગે ઘા ઝીકિ દીધો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને હાલમાં બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલ ઓપેરા કારખાનાની ઓરડીમાં ભડીયાદ ગામમાં આવેલ રામાપીરના ઢોરા સામે રહેતા મુળ ઓરિસ્સાના નાઉસાહી ગામના રાજુભાઈ સાયબભાઈ ખાન જાતે મુસ્લીમ (ઉ.૪૧) એ હાલમાં જયુભા તથા લાલાભાઇ રહે. બન્ને ભડીયાદ રામાપીરના ઢોરા વાળાની સામે છરી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ભડીયાદ ગામે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસેથી તે જતો હતો ત્યારે આરોપી જયુભા તેની સાથે ભટકાયા હતા જેથી તેને “કેમ દેખાતુ નથી” તેમ કહ્યું હતું જેથી આરોપી જયુભાએ યુવાનને ગાળો આપી બે થી ત્રણ ઝાપટ મારેલ હતી અને ત્યારે આરોપી લાલાભાઇએ આવી પોતાના નેફામાંથી છરી કાઢી તેને પેટના ભાગે ડાબીબાજુ છરીનો ઘા મારી દીધો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત રાજુભાઇને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને તેને હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કરેલ છે