વાંકાનેરનાં અમરધામ પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેરનાં ઠીકરીયાળામાં પિતાની સાથે માથાકૂટ કરનાર શખ્સે યુવાનને પાઈપથી માર માર્યો
SHARE
વાંકાનેરનાં ઠીકરીયાળામાં પિતાની સાથે માથાકૂટ કરનાર શખ્સે યુવાનને પાઈપથી માર માર્યો
વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળા ગામે યુવાનના પિતાની સાથે એક શખ્સ માથાકૂટ કરતો હોવાથી તે પોતાના પિતાને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો ત્યારે માથાકૂટ કરનારા શખ્સે યુવાનને હાથમાં પાઈપનો એક ઘા ઝીકિ દીધો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળા ગામે રહેતા વિજયભાઇ જીવાભાઇ ગોહીલ (ઉ.૩૩) એ હાલમાં માલાભાઇ છનાભાઇ પાંચલ રહે. હાલ નવા જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની સામે તેને પાઇપ માર્યો હોવાની ફરિયાદ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી માલભાઈ તેના પિતા જીવાભાઇની સાથે માથાકુટ ઝગડો કરતા હતા અને ભુંડા બોલી ગાળો બોલતા હતા માટે તે ત્યાં પોતાના બાપુજીને છોડાવવા વચ્ચે પડતા આરોપીએ તેને ડાબા હાથની કોણીમા પાઇપનો ધા મારી ઇજા કરી હતી માટે હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૩૨૫, ૫૦૪, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
અકસ્માતમાં ઇજા
રાજસ્થાનના અજમેર જિલ્લાના નાંન્સી ગામના રહેવાસી કિશનલાલ મહાબીર નાયક (ઉ.૨૯)એ હાલમાં ટ્રક કંટેઇનર નં જીજે ૧૨ બીડબલ્યુ ૧૮૯૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી માળીયા હાઇવે ગાળા ગામ પાટીયા પહેલા રામદેવ હોટલ સામે રોડ ઉપરથી આરોપી પોતાનો ટ્રક લઈને જતો હતો ત્યારે અચાનક વળાક લઇને સામેથી આવતા ફરિયાદીના ટ્રક ટ્રેઇલર નં આરજે ૫૨ જીએ ૨૪૧૫ ની સાથે ટ્રક અથડાવી હતી જેથી કરીને ફરિયાદીને જમણા ખભામા, માથામાં, હાથમાં તેમજ જમણા પગમા ઇજા થયેલ છે તેમજ કલીનર હરલાલ કરણારામને જમણા હાથના કાંડામા તેમજ જમણાકાનમા દાઢી અને હોઠ ઉપર ઇજા થયેલ છે માટે હાલમાં પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે