મોરબીમાં સામેથી ભટકાયેલા શખ્સને કેમ દેખાતુ નથી કહેતા યુવાનને લાફા ઝીકિને છરીનો ઘા માર્યો
મોરબીના લાલપર-ઘૂટું પાસેથી ત્રણ બાઈકની ચોરી: બે શખ્સોની ધરપકડ, એકની શોધખોળ
SHARE
મોરબીના લાલપર-ઘૂટું પાસેથી ત્રણ બાઈકની ચોરી: બે શખ્સોની ધરપકડ, એકની શોધખોળ
મોરબી પંથકમાથી બાઇક ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલા ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વધુ એક બાઇક ચોરીનો ગુનો નોંધાયો છે જેમાં આરોપીઓએ મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસેથી બે અને ઘૂટું ગામ પાસેથી એક એમ કુલ મળીને ત્રણ બાઈકની ચોરી કરેલ છે જેથી કરીને પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને હાલમાં બે આરોપીની ધરપકડ કરલે છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ લાલપર નકલ્ંક નિવાસ ચતુરભાઇ
પટેલના મકાનમા રહેતા મુળ યુપીના મોતીપુર ટીકૈતના રહેવાસી સુનીલકુમાર અભિમન્યુભાઇ સૈની જાતે-માળી (ઉ.૩૪) એ હાલમાં ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર, વિકાશભાઈ ભરતભાઈ પનારા રહે, થાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં અને રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે, મોરથળા તાલુકો થાનગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૫/૯/૨૦૨૧ થી કોઈપણ સમયે લાલપર ગામે ફરિયાદીના ઘર પાસે પાર્ક કરેલ તેનુ હીરો સ્પલેન્ડર પ્લસ નં- જીજે ૩૬ એબી ૧૮૭૦ જેની કિંમત ૩૫૦૦૦ તથા અન્ય વ્યક્તિનું હીરો સ્પલેન્ડર પ્લસ જીજે ૧૨ સિકે ૪૦૯૫ જેની કિંમત ૩૫,૦૦૦ અને હીરો સ્પલેન્ડર પ્લસ જીજે ૩૬ એએ ૬૩૦૧ જેની કિંમત ૨૦૦૦૦ આમ કુલ ૯૦,૦૦૦ ના બાઈકની ચોરી કરી હતી જે ગુનામાં પોલીસે હાલમાં ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર અને વિકાશભાઈ ભરતભાઈ પનારા રહે, થાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં વાળાની ધરપકડ કરેલ છે અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે