વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની પોલીસ લાઈન કન્યા શાળામાં ચિત્ર, નિબંધ, કાવ્ય ગાન અને વકતૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીની પોલીસ લાઈન કન્યા શાળામાં ચિત્ર, નિબંધ, કાવ્ય ગાન અને વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને સી.આર.સી. ભવન તાલુકા શાળા નંબર - ૧ મોરબી દ્વારા આયોજિત સી.આર.સી કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૧ મોરબીની પોલીસ લાઈન કન્યા શાળામાં તા.૧૨-૧૦/૨૦૨૧ના યોજાયો હતો. જેમાં ધોરણ ૬ થી ૮ ના શાળા કક્ષાએ પસંદ થયેલ ૩૨ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને કાવ્ય ગાન સ્પર્ધામાં ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધાનો વિષય દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ, વકતૃત્વ સ્પર્ધાનો વિષય સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન, નિબંધ સ્પર્ધાનો વિષય સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓની સ્થાનિક કથાઓ  અને કાવ્યગાન સ્પર્ધાનો વિષય રાષ્ટ્રીય શાયર 'શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો' હતા.

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પરમાર દીપક રમણીકભાઈ-પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા,કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંબર પરમાર નરશી ચંદુભાઈ-સાર્વજનિક પ્રાથમિક શાળા,  નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર મકવાણા પ્રાચી એમ - તાલુકા શાળા નંબર-૨,  વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર નાગોરી માહેનુર સીરાજભાઈ - તાલુકા શાળા નંબર-૨ને મળેલ હતો. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચારેય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે. કલા ઉત્સવમાં ભાગ લેનાર તમામ બાળકોને  સી.આર.સી. કો-ઓર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજાએ શુભેચ્છાઓ પાઠવી હતી. સી.આર.સી.કો-ઓર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજા દ્વારા તમામ શાળાના આચાર્યશ્રીને સાળંગપુરવાળા કષ્ટભંજનદેવ હનુમાનજીની છબી સ્મૃતિચિહ્ન રૂપે અર્પણ કરી હતી. કલા ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા પોલીસ લાઈન કુમાર અને કન્યા શાળાના શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી, તે બદલ શાળા પરિવાર અને દરેક સ્પર્ધાના નિર્ણાયકઓનો સી.આર.સી. કો-ઓર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજાએ આભાર માન્યો હતો.




Latest News