મોરબીની પોલીસ લાઈન કન્યા શાળામાં ચિત્ર, નિબંધ, કાવ્ય ગાન અને વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
મોરબીના રવાપર રોડે લૂંટ ચલાવનારા આરોપીઓને પિસ્તોલ આપનારા શખ્સની ધરપકડ
SHARE









મોરબીના રવાપર રોડે લૂંટ ચલાવનારા આરોપીઓને પિસ્તોલ આપનારા શખ્સની ધરપકડ
મોરબી રવાપર રોડ ઉપર આવેલ લીલાલહેરની બાજુમાં થોડા સમય પહેલા આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવીને આંખમાં મરચાની ભુકી છાંટીને લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં સંડોવાયેલા બે શખ્સની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી અને લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા પણ કબ્જે લીધા હતા બાદમાં જે બાઇકને ઉપયોગમાં લીધું હતું તેના મલીકને પકડવામાં આવ્યો હતો અને હાલમાં લૂંટારુઓને પિસ્તોલ આપનારા આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે.
મોરબી પંચાસર રોડ ઉપર રહેતા વસંતભાઇ ગંગારામભાઈ બાવરવા પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયાની લીલા લહેર પાસે મોટર સાયકલ પર આવેલ બે શ્ખ્સોએ મરચાની ભુકી છાંટી લુંટ કરી હતી અને ત્યારે તેને પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવું હથિયાર કાઢી તેને માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોચાડી હતી અને અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હતા જે ગુનામાં અગાઉ પોલીસે જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ (૨૫) રહે. મૂળ બંગાવડી હાલમાં રહે શનાળા શક્તિ માતાજીનાં મંદિર પાસે રાધે એપાર્ટમેન્ટ અને સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત (૩૦) રહે. હાલ નાગલકા તાલુકો સુરેન્દ્રનગર મુળ રહે શંકરગઢ પ્રયાગરાજ યુપી વાળાનો દિલ્હી પોલીસ પાસેથી કબ્જો લઈને ધરપકડ કરી હતી અને તે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે આ ગુનામાં જે બાઇકને ઉપયોગમાં લેવામાં આવ્યું હતું તે બાઈકના માલિક વીરમભાઇ રતાભાઇ તલસાણીયા જાતે કોળી રહે. નાગલકા લુણી તાલુકો સાયલા વાળા થોડા દિવસો પહેલા ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં આરોપીઓને પિસ્તોલ આપનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા (૧૯) રહે. શનાળા ગામ દરબાર ગઢની પાસે તા.મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીએ લૂંટના ગુનાને અંજામ આપનારા અગાઉ પકાયેલા આરોપી જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ નામના આરોપીને પિસ્તોલ આપી હતી જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
