વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ લાઇનની ગરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ગ્રુપના તાલે અધિકારીઓએ બોલાવી રસની રમઝટ


SHARE









મોરબીમાં પોલીસ લાઇનની ગરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ગ્રુપના તાલે અધિકારીઓએ બોલાવી રસની રમઝટ

 નવરાત્રીની લોકો આતુરતાથી રાહ જોતાં હોય છે ત્યારે આ નવરાત્રીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને લોકો પોતાની સોસાયટીમાં કરવામાં આવતા ગરબામાં બોલાવીને તેની કલા રજૂ કરવા માટેની તકે આપતા હોય છે ત્યારે શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગાવાનો પર્વ એટલે નવરાત્રી. હાલમાં ચાલુ છે ત્યારે લોકો શક્તિની ભક્તિ સાથે ગરબાની મજા માણી રહ્યા છે આ તકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ તાલુકા પોલીસે લાઇન ખાતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં રહેતા પરિવારના કલાકારો કે જેમના દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ ચલાવવામાં આવે છે તેઓને બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ સૂર રેલાવતા તેના તાલે પોલીસ પરિવારના લોકો ગરબે ઘૂમ્યા હતા ત્યારે દીકરીઓ, યુવાનો તેમજ મહિલાઓ સહિતનાઓએ પ્રોત્સાહિત કરવા માટે જુદાજુદા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા




Latest News