મોરબીના રવાપર રોડે લૂંટ ચલાવનારા આરોપીઓને પિસ્તોલ આપનારા શખ્સની ધરપકડ
મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે
SHARE









મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે
મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો રાજ્યના નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે આગામી શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે
મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના ભૂપતભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, ગુજરાતના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગામી શનિવારેને તા ૧૬ ના રોજ સાંજે ૭ વાગ્યે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે ત્યારે આર્ષ વિદ્યા મંદિર મુંજકા આશ્રમના પરમાત્માનંદ સ્વામી પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજના અગ્રણી અને મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઇ શુક્લ, મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ નીરાજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, સહિતનાની ટિમ જહેમત ઉઠાવી રહી છે
