મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે
વાંકાનેર તાલુકામાં ૩ ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ બનશે
SHARE









વાંકાનેર તાલુકામાં ૩ ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ બનશે
જિલ્લા પંચાયત મોરબીની કારોબારી સમિતિની બેઠક ચેરમેન જયંતીભાઇ ડી. પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે મળી હતી. જેમા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અન્ય સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી તથા શાખાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાંકાનેર તાલુકાના દેરાળા, કણકોટ, માટેલ ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનાવવા માટેના ૩૭,૦૦,૩૯૧ના ટેન્ડરની મંજુરી આપવામાં આવી છે તથા જિલ્લા પંચાયત ભવનના અન્ય કામો માટે રકમ ૧૦,૦૦,૦૦૦/-(દસ લાખ)ની જોગવાઇ કરવામાં આવી હતી. તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)ની યાદીમાં જણાવાયું છે.
ટુ અને ફોર વ્હીલર વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AD તથા ફોર વ્હીલર માટે GJ36 AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૪/૧૦/૨૦૨૧ થી તા.૧૯/૧૦/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૦/૧૦/૨૦૨૧ રોજ સવારના ૦૯:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૦/૧૦/૨૦૨૧ ના રોજ સાંજે ૫ કલાકે ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.
