મોરબી એલસીબીની ટીમે કોર્ટ પરીસરમાંથી ત્રણ છરી સાથે ભરત ગોગરા સહિત ત્રણને દબોચ્યા
મોરબીના જેતપર રોડેથી શંકાસ્પદ ૧૬ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે એક ઝડપાયો
SHARE









મોરબીના જેતપર રોડેથી શંકાસ્પદ ૧૬ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે એક ઝડપાયો
મોરબી પંથકમાં ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરતી ગેંગને થોડા દિવાસો પહેલા જ મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધી હતી અને આ ગેંગ પાસેથી પોલીસે ચોરાઉ ૧૦૩ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ કબજે કરી હતી તેવામાં હાલમાં મોરબી તાલુકા પોલીસે જેતપર રોડ ઉપરથી શંકાસ્પદ ૧૬ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે એક શખ્સને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાંથી ચોરી કરેલ ચોરાઉ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે પાંચ શખ્સોને થોડા દિવસો પહેલા પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી પોલીસે ૧૦૩ ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ કબજે કરેલ હતી અને જે શખ્સોને પકડ્યા હતા તેમાં જોગુમાઇ અકરમભાઇ બારીયા જાતે આદિવાસી (ઉ.૨૮), રાકેશભાઇ જાનુભાઇ ખોખર જાતે આદિવાસી (ઉ.૩૫), ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા જાતે મેમણ (ઉ.૨૬), જાવીદભાઇ ગનીભાઇ પોણીયા જાતે મુસ્લીમ (ઉ. ૩૩) અને મહમદઅલી ગુલામહુશેન કરછી જાતે મેમણ (ઉ.૨૦) નો સમાવેશ થતો હતો અને આ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે તેવામાં મોરબીના જેતપર રોડે આવેલ રામેશ્વર વેબ્રિજ પાસે આવેલ અક્ષર ઓટોમેશન વાળા મનોજ અમરશિભાઈ સંઘાણી (૨૯) રહે,રવીપાર્ક, વાવડી રોડ મોરબી મુળ હરબટીયાળી (ટંકારા) વાળાની શંકાસ્પદ ૧૬ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે અટકાયત કરવામાં આવી છે અને તેની પાસે સીરામીકના કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતી ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ કયાથી આવી હતી તે દિશામાં તપાસ કરેલ છે. તાલુકા એએસઆઇ
