વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ભારત ઉપરાંત કયાં દેશોમાં ઉજવાઇ છે દશેરા ?


SHARE









ભારત ઉપરાંત કયાં દેશોમાં ઉજવાઇ છે દશેરા ?

દશેરા આમ તો હિન્દૂ ધર્મનો પ્રાચીન તહેવાર છે અને દશેરાના તહેવારને ભગવતીના નામ વિજયા પરથી વિજયાદશમી પણ કહેવામાં આવે છે. અને દશેરાના દિવસે રાવણનું દસ માથાવાળું પૂતળું બાળવામાં આવે છે. આમ દશેરાનો તહેવાર એ અસત્ય પર સત્યની જીત માટેના પ્રતીકનો તહેવાર ગણાય છે

એવું માનવામાં આવે છે કે આસો શુક્લ દશમીના દિવસે તારો ઉદય થતા સમય વિજય નામનો કાળ હોય છેઆ કાળ સર્વકાર્ય માટે સિધ્ધદાયક હોય છે.તેથી પણ તેને વિજયાદશમી કહેવામાં આવે છે. વધુમાં કહીએ તો વિજયાદશમી એટલે રાવણ રૂપી આસુરી તત્વો પર રામ રૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીનું પર્વ.ભારત સિવાય આ તહેવાર નેપાળ અને બાંગ્લાદેશમાં પણ ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણની સાથે સાથે તેના બે ભાઈઓ કુંભકર્ણ અને મેગનાથના પૂતળાને પણ રાખવામાં આવે છે. આ તહેવાર સાથે એક પ્રાચીન કથા જોડાયેલ છે.

મહિસાસુર નામનો એક અસુર હતો.મહિસાસુરનો અર્થ થાય જંગલી ભેંસ.મહિસાસુરે પુરા બ્રહ્માંડ પર વિજય મેળવવા માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું.તેના તપથી પ્રસન્ન થઈ ને બ્રહ્માજીએ તેને સદા અમર રહેવાનું વરદાન આપ્યું હતું અને વરદાન મળવાથી મહિસાસુર લોકોને વધારે પરેશાન કરનાર બની ગયો હતો મહિસાસુરે પોતાનો જુલમ એટલો બધો ફેલાવ્યો કે આખા બ્રહ્માંડના દેવી દેવતાઓ બધા તેનાથી ધ્રુજવા લાગ્યા અને દેવી દુર્ગાને શરણે ગયા.મહિસાસુરથી બચવા માટે બધા દેવીએ તેમની બધી વસ્તુઓ દેવી દુર્ગાને આપી હતી અને પછી દેવી દુર્ગાએ મહિસાસુરને પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી તેના સાથે દ્વંદ્વ ખેલ્યું હતું અને છેવટે તેનો અંત આવ્યો હતો અને મહિસાસુરનો ખેલ પૂરો થયા પછી દુર્ગા માતા મહિસાસુરમર્દીની કહેવાયા હતા અને તે સમયથી નવરાત્રી પછી દસમે દિવસે દશેરા મનાવામાં આવે છે




Latest News