વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર મુકવા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનો રજુઆત
SHARE
વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર નિમણુંક કરવા રાજ્ય કક્ષાનાં મંત્રીને રજૂઆત
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસરની કાયમી ધોરણે નિમણુંક કરવામાં આવે તેવી રાજ્ય કક્ષાનાં મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વાંકાનેર શહેરમાં પ્રાથમિક આવશ્યક સુવિધાનાં પ્રશ્નો જેવા કે સાફ, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, નિયમિત શુદ્ધ પાણી વિતરણ જેવા પાયાનાં પ્રશ્નોનાં યોગ્ય અને કાયમી નિરાકરણ માટે વાંકાનેર નગરપાલિકા માં કાયમી ધોરણે ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવે તેવી લેખિત રજૂઆત વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી તથા મહા મંત્રી કે. ડી. ઝાલા દ્વારા રાજ્ય કક્ષાનાં મંત્રી બ્રિજેશ મેરજાને મોરબી સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી હતી.