વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર મુકવા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનો રજુઆત
વાંકાનેરની કુંભારપરા ગરબીમાં બાલિકાઓએ માતાજીનાં અલૌકિક સ્વરૂપ ધારણ કરતાં દિવ્ય માહોલ સર્જાયો
SHARE
વાંકાનેરની કુંભારપરા ગરબીમાં બાલિકાઓએ માતાજીનાં અલૌકિક સ્વરૂપ ધારણ કરતાં દિવ્ય માહોલ સર્જાયો
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરની કુંભારપરા ચોક ગરબી મંડળની બાલિકાઓએ અલગ અલગ બાર માતાજીનાં સ્વરૂપ ધારણ કરતાં દિવ્ય માહોલ સર્જાયો હતો અને માતાજીના વિવિધ અલૌકિક સ્વરૂપનાં દર્શન માટે ભાવિકો ઉમટયા હતાં.
કુંભારપરા ચોક ગરબી મંડળની બાલિકાઓ દ્વારા એક સાથે બાર માતાજીનાં સ્વરૂપ ધારણ કરતાં દિવ્ય માહોલ સર્જાયો હતો, માં અંબિકા, શક્તિ માં, બહુચરાજી માં, હરસિદ્ધિ માં, કાલિકા માં, મોગલ માં, ખોડિયાર માં, ગેલ માં, ગાત્રાળ માં, મેલડી માં, દશા માં, ચામુંડા માતાજીના અલૌકિક સ્વરૂપ નાની નાની બાલિકાઓએ ધારણ કર્યા હતાં, માતાજીના એક સાથે બાર અલૌકિક સ્વરૂપ નાં દર્શન માટે ભાવિકો ઉમટયા હતાં, ધૂપ દીપ આરતી સાથે નાની બાલિકાઓનાં આ અલૌકિક સ્વરૂપથી દિવ્ય અને ધાર્મિક માહોલ સર્જાયો હતો.