મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલમાં રાસ ગરબાની સ્પર્ધા યોજાઇ
બીગ બ્રેકીંગ ફોર મોરબી : ૨૦૦૯ ના આચારસંહિતાના ભંગના કેશમાં નિમાબેન આચાર્ય, કાંતિભાઇ અમૃતિયા અને મનોજ પનારા નિર્દોષ જાહેર
SHARE
બીગ બ્રેકીંગ મોરબી : ૨૦૦૯ ના આચારસંહિતાના ભંગના કેશમાં નિમાબેન આચાર્ય, કાંતિભાઇ અમૃતિયા અને મનોજ પનારા નિર્દોષ જાહેર
ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓની સામે વર્ષ ૨૦૦૯માં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી જે કે આજે મોરબીની એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ નીમાબેન આચાર્ય (Nimabe Aachary) સહિત ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કરેલ છે જેથી તેઓને મોટી રાહત મળેલ છે
મોરબી કોર્ટે આચારસંહિતાના ભંગના જુના ગુનામાં ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ નિમાબેન આચાર્ય સહિત ત્રણને નિર્દોષ જાહેર કર્યા છે જેની નિમાબેન આચાર્યના વકીલ અનિલ દેસાઇએ માહિતી આપી છે કે, વર્ષ ૨૦૦૯ માં કચ્છના સાંસદ પુનમબેન જાટના સમર્થનમાં મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ચુંટણી સભા હતી જેનુ આયોજન જે તે સમયે ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ અને ભાજપ દ્વારા કરવામાં આવેલ હતુ અને તે સભામાં ત્યારે વર્તમાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ત્યારના અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય પણ હાજર હતા અને તે ઉપરાંત મોરબીના તે સમયના ધારાસભ્ય કાંતિલાલ શિવલાલભાઈ અમૃતિયા અને યુવા ભાજપના તે સમયના પ્રમુખ મનોજભાઇ પનારા હાજર હતા અને તેની સામે આચારસંહિતાની ફરીયાદ થયેલ હતી કેમ કે, તે સમયે સભામાં મતદારો અને કાર્યકર્તાઓને લલચાવે, ફોસલાવે તેવા નિવેદનો કર્યા હતા અને જે વોર્ડમાં વધુ વોટ આવે તેના માટે ઇનામોની જાહેરાત કરી હતી આ કેસમાં વર્ષ 2018 માં કોર્ટે નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને મનોજભાઇ પનારાને એક વર્ષની સજા અને એક એક હજારનો દંડ કર્યો હતો જેની સામે અપીલ કરવામાં આવી હતી જે કેસ આજે મોરબીની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે નિમાબેન આચાર્ય, કાંતિભાઇ અમૃતિયા અને મનોજ પનારાને ૨૦૦૯ ના કેશમાં નિર્દોષ જાહેર કર્યા છે