મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે રાષ્ટ્રીય શાળા પાસે તિક્ષણ વસ્તુ વડે હાથ ઉપર ચેકા મારી લેનાર યુવાન સારવારમાં


SHARE











મોરબીના રવાપર રોડે રાષ્ટ્રીય શાળા પાસે તિક્ષણ વસ્તુ વડે હાથ ઉપર ચેકા મારી લેનાર યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાષ્ટ્રીય શાળા પાસે યુવાને પોતે પોતાની જાતે હાથ ઉપર તિક્ષણ વસ્તુ વડે ચેકા મારી લીધા હતા જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર પાસે આવેલ વજેપર શેરી નં-23 માં રહેતો ગિરીશ નારણભાઈ કંઝારીયા (૨૩) નામનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાષ્ટ્રીય શાળા પાસે હતો ત્યારે તેણે પોતાની જાતે પોતાના હાથ ઉપર કોઈ તિક્ષણ વસ્તુ વડે ચેકા મારી લીધા હતા જેથી કરીને તેને હાથે ઇજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે જો કે, યુવાને ક્યાં કારણોસર પોતાના હાથ ઉપર તિક્ષણ વસ્તુ વડે ઇજા કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે

યુવતી સારવારમાં

મૂળ યુપીના ગોરખપુરના રહેવાસી નીલુકુમારી અજયકુમાર યાદવ (૨૧) નામની યુવતીને બીમારી સબબ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની હાલત નાજુક હોય તેના પરિવારજનો તે યુવતીને ત્યાં એકલી મૂકીને ચાલ્યા ગયા છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામ પાસેથી મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા રોહિત ધીરજલાલ (33) નામનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે




Latest News