મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટ પાસે બે બાઇક અથડાતાં અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટ પાસે બે બાઇક અથડાતાં અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન માર્કેટ સામેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી ઓવર સ્પીડમાં આવેલ બાઈકના ચાલકે તેનું વાહન યુવાનના બાઈકની સાથે અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રવાપર રેસીડેન્સીમાં સિદ્ધિવિનાયક ટાવરના ફ્લેટ નં-૨૦૨ માં રહેતા દીપકભાઈ તુલસીભાઈ મોટવાણી (૩૩) નામનો યુવાન મોરબીના રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન માર્કેટ સામેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ઓવર સ્પીડમાં આવેલા બાઇક ચાલકે તેના વાહન સાથે બાઇક અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં યુવાનને ઈજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ કરી રહ્યા છે

બાઈક સ્લીપ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મિલન પાર્કમાં રહેતા હુસેનભાઇ હાસમભાઈ પીપરવાડિયા (૩૮) નામનો યુવાન મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ કેકે ટ્રાવેલ્સ સામેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર તેનું બાઇક સ્લીપ થઈ જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે




Latest News