માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું નજીક કેમિકલ ઠાલવવા ગયેલ વાહનના માલીકને બે લાખનો દંડ: ટેન્કરનું રજીસ્ટ્રેશન કાયમી ધોરણે રદ


SHARE











મોરબીના ઘૂટું નજીક કેમિકલ ઠાલવવા ગયેલ વાહનના માલીકને બે લાખનો દંડ: ટેન્કરનું રજીસ્ટ્રેશન કાયમી ધોરણે રદ

મોરબી તાલુકાના ઘુટુ ગામથી આગળના ભાગમાં પસાર થતી નર્મદાની મચ્છુ કેનાલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર ઠલાવવામાં આવ્યું હતું અને ત્યારે ગામના લોકો ત્યાં પહોચતા ટેન્કર લઈને આવેલ ડ્રાઇવર નાસી ગયો હતો જો કે, ટેન્કરને પકડીને પોલીસ તેમજ જીપીસીબીને જાણ કરી હતી જે બનાવમાં ટેન્કરના મલીકને બે લાખનો દંડ કરેલ છે અને આ ટેન્કરનું રજીસ્ટ્રેશન કાયમી ધોરણે રદ કરવા માટેનો જીપીસીબીના આધિકારીએ આરટીઓને આદેશ કરેલ છે

મોરબી નજીકના ઘૂટું ગામે ગત તા ૧૯/૨/૨૪ ના રોજ નર્મદાની મચ્છુ કેનાલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર ઠલાવવા માટે ટેન્કર લઈને આવ્યા હતા ત્યારે ગામના લોકોએ ટેન્કરને પકડ્યું હતું જો કે, ટેન્કરનો ડ્રાઈવર તકનો લાભ લઈને નાશી ગયો હતો અને તેની સાથે આવેલ શખ્સને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો અને આ અંગેની પોલીસ તેમજ જીપીસીબીને જાણ કરી હતી જેથી જીપીસીબીના અધિકારીને ત્યાં આવીને નમૂના લીધેલ હતા અને ત્યાર બાદ ત્યાં આવેલ  ક્રિસાન્જ ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી અને તેનું વીજ કનેક્શન કટ્ટ કરાવ્યુ હતું અને હાલમાં જીપીસીબીના અધિકારીએ મહેન્દ્ર સોનીએ ટેન્કરના મલીકને બે લાખનો દંડ કરેલ છે અને ટેન્કરનું રજીસ્ટ્રેશન કાયમી ધોરણે રદ કરવા માટે આરટીઓ અધિકારીને આદેશ કરેલ છે અને આગામી દિવસોમાં હવે ક્રિસાન્જ ફાર્મા કંપનીને કંપનીને પણ દંડ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે




Latest News