મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાંથી કેબલ વાયર-રાજકોટમાંથી બાઈકની ચોરી કરનારા શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાંથી કેબલ વાયર-રાજકોટમાંથી બાઈકની ચોરી કરનારા શખ્સની ધરપકડ

મોરબી જિલ્લા એલસીબીની ટીમે જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈને જઇ રહેલા શખ્સને રોક્યો હતો અને પૂછપરછ કરી હતી ત્યારે બાઈક અને કોપર કેબલ બંને ચોરી કરીને મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ચોરાઉ બાઈક અને કેબલ વાયર સાથે તેને પકડ્યો હતો અને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટિમ રંગપર ગામ નજીક હતી ત્યારે સત્યમ વે-બ્રિજ પાસે બાઇક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો અને તેના બાઇક ઉપર એક બાચકુ હતું જેથી તેને રોકવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેનું નામ નવઘણ મફાભાઈ મંદુરીયા (૨૪) રહે. ભગુપુર, તાલુકો ચુડા વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની વધુ પૂછપરછ કરવામાં આવતા બાઇક નંબર જીજે ૩ એલજે ૬૪૫૦ રાજકોટ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચારેક મહિના પહેલા ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસે રહેલા બાચકામાંથી કોપર વાયર મળી આવ્યો હતો જે પાવડીયારી કેનાલ પાસે આવેલા લેમલ કારખાનામાંથી ચોરી કર્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૨૬ કિલો કોપર વાયર અને મોટર સાયકલ મળી કૂલ ૪૬,૯૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં આ શખ્સની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે






Latest News