મોરબી : વાંકાનેરમાં પરસોતમ રૂપાલાની સભા પૂર્વે વિરોધ, સરધારકા ગામે ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા
મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો
SHARE









મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો
સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ આયોજિત વૈદિક પેરેંટિગ સેમિનાર સાર્થક સ્કુલ ખાતે યોજાયો હતો.ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ દ્વારા બાળકોના અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિકાસના તબક્કા, બાળકોના અન્નમય કોષના વિકાસ માટે સાત્વિક અન્નનું મહત્વ, તેમજ પ્રાણમય કોષના વિકાસ માટે નિયમો, સહનશીલતા અને સ્વાવલંબન તેમજ બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે આ બધુ શીખવવા તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવી હતી.વૈદિક પેરેન્ટિંગના ૧૦૦ સૂત્ર છે.જે મનોવિજ્ઞાનને આધારે લખાયેલા છે.તે માતા-પિતાએ સમજવા ખૂબ જરૂરી છે.તે વાતની તેઓએ સર્વે વાલીઓને અનુભૂતિ કરાવી હતી.કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી થઈ અંતમાં શાળા સંચાલક મંડળના કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય યોજાયું હતુ. જ્ઞાનસભર આ કાર્યક્રમ સર્વે માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યો હતો.
