હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરમાં પરસોતમ રૂપાલાની સભા પૂર્વે વિરોધ, સરધારકા ગામે ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા


SHARE

















મોરબી : વાંકાનેરમાં પરસોતમ રૂપાલાની સભા પૂર્વે વિરોધ, સરધારકા ગામે ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા

મોરબી જિલ્લાના વાંકાનેરમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાની સભા પૂર્વે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી સુત્રેચાર કરવામાં આવ્યા હતા.વાંકાનેરના કુંભારપરાથી સિંધાવદર દરવાજા સુધી રૂપાલા હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ વિશે અગાઉ પરસોતમ રૂપાલાએ કરેલી ટિપ્પણીની સામે વિરોધ વ્યક્ત કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓની વાંકાનેર પોલીસે ડિટેઇન કર્યા હતા.ઉલ્લેખનીય છે કે વિરોધ વ્યક્ત કરવા છતાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા હવે ઉગ્ર આંદોલન શરૂ થયું છે.વાંકાનેર માર્કેટ ચોકમાં ભાજપનાં લોકસભા કાર્યાલય ઉદઘાટન માટે પરસોતમ રૂપાલા આવવાંના થોડા સમય પહેલા જ વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.તેમજ વાંકાનેરના જ સરધારકા ગામે સરધારકા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા 'પરસોતમ રૂપાલા બાઈકોટ' જ્યાં સુધી ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે હવે માત્ર પરષોત્તમ રૂપાલાનો જ નહીં પરંતુ ભાજપનો જ વિરોધ શરૂ થયો છે.જે ભાજપ માટે પણ વિચારવા યોગ્ય બાબત બની ગઈ છે. 




Latest News