મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપરથી બે અને સાવસર પ્લોટમાંથી એક મળી ત્રણ બાઈકની ચોરી : ત્રણની ધરપકડ


SHARE







મોરબીના શનાળા રોડ ઉપરથી બે અને સાવસર પ્લોટમાંથી એક મળી ત્રણ બાઈકની ચોરી : ત્રણની ધરપકડ

મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ વાહનો (બાઇક) ની ચોરી થવા પામી છે.જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ નજીક ગાંધીના ડેલા પાસેથી એક બાઈકની ચોરી તેમજ શનાળા રોડ સુપર માર્કેટ નજીકથી ચા ની હોટલ પાસેથી એક બાઇકની ચોરી અને મોરબીના સાવસર પ્લોટમાં આયુષ હોસ્પિટલ પાસેથી એક બાઈકની ચોરી એમ કુલ ત્રણ વાહનોની ચોરી થવા પામી છે.જે બનાવમાં તપાસ ચલાવીને એ ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ અન્ય કોઈ વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ..? તેની તપાસ માટે તેમના રિમાન્ડ લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના ટંકારા તાલુકાના નસીતપરા ગામના રહેવાસી અને હાલ મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામભાઈ નરસીભાઈ સવસાણી જાતે પટેલ નામના ૫૦ વર્ષીય આધેડનું બાઈક ગત તા.૧૭-૪ ના રોજ રાત્રિના આઠ વાગ્યાથી એક વાગ્યા દરમિયાનમાં મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે ગાંધીના ડેલા નજીક પાર્ક કર્યું હતું ત્યાંથી ચોરાઈ ગયું હતું તેઓનું વાહન નંબર જીજે ૩૬ કે ૪૫૭૪ કિંમત રૂપિયા ૨૫ હજારનું વાહન ચોરાયું હોવાની તેઓએ પોલીસમાં જાણ કરી હતી જેની તપાસ દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા ડિ-સ્ટાફના પીએસઆઇ એ.વી.પાતળીયા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને આ ગુનામાં અજય બાલાભાઈ ચાડમીયા જાતે દેવીપુજક (ઉમર ૨૫) ધંધો મજૂરી હાલ રહે.દલવાડી સર્કલ પાસે ઝૂંપડામાં કંડલા બાયપાસ મોરબી મૂળ રહે.પોલારપર તા.જસદણ જી.રાજકોટ અને સનાભાઇ કરશનભાઈ ભુરીયા (ઉમર ૫૫) ધંધો મજૂરી હાલ રહે.દલવાડી સર્કલ પાસે અમી પેલેસની સામે ઝૂંપડામાં કડડલા બાયપાસ મોરબી મૂળ રહે.ગાંગેડી તાલુકો ધાનપુર દાહોદ વાળાઓની અટકાયત કરવામાં આવી છે અને તેઓ પાસેથી રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમતનું ઉપરોક્ત વાહન પણ કબ્જે લેવામાં આવ્યું હતું.

તે રીતે જ મોરબીના માધાપરા શેરી નંબર ૧૯ માં રહેતા પિયુષભાઈ ચંદુભાઈ પરમાર જાતે સતવારા નામના ૩૩ વર્ષના યુવાનનું બાઈક તા.૧૮-૪ ના સવારના ૯:૩૦ થી બપોરના ૧૨ સુધીમાં મોરબીના સાવસર પ્લોટ આયુષ હોસ્પિટલ પાસે પાર્ક કર્યું હતું તે દરમિયાનમાં ચોરી થઇ ગયું હતું.તેઓનું બાઈક નંબર જીજે ૩ ડીએફ ૨૯૧૯ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ નું ચોરી થયું હોય આ બાબતે તેઓએ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી અને પોલીસે તપાસ ચલાવતા તેઓના ઉપરોક્ત વાહન સાથે પોલીસે રીઢા બાઈક ચોર પ્રકાશભાઇ ચંદુભાઈ નગવાડીયા જાતે કોળી (ઉમર ૩૩) રહે.ચીખલી તા.માળીયા મીંયાણા જી.મોરબી ની રૂપિયા ૨૫ હજારની કિંમતના ઉપરોક્ત બાઈક સાથે ધરપકડ કરી હતી.

આમ શહેરના શનાળા રોડ ઉપર અને સાવસર પ્લોટ વિસ્તારમાંથી થયેલ બે બાઈકની ચોરીમાં એ ડિવિઝન પોલીસે કુલ ત્રણ આરોપીઓની હાલમાં ધરપકડ કરી છે અને તેઓ અન્ય કોઈ વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ..? તેની આગળની તપાસ માટે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે. દરમિયાનમાં વધુ એક બાઈક ચોરી થઈ હોવાની પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.જેમા અશોકભાઈ તળશીભાઈ કાનાની જાતે પટેલ (ઉમર ૪૯) ધંધો ખેતી રહે.લજાઈ તા.ટંકારા જી.મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.૩૧-૧ ના રોજ સવારના ૧૦:૩૦ થી બપોરના ૧ વાગ્યા દરમિયાનમાં તેઓએ તેમનું બાઇક મોરબીના શનાડા રોડ સુપર માર્કેટ પાસે આવેલ ચાય પાર્લરની પાસે પાર્ક કર્યું હતું.તેઓએ તેમનું ટુ-વ્હીલર બાઈક નંબર જીજે ૩૬ એઇ ૩૪૨૬ ત્યાં પાર્ક કર્યું હતું અને દરમિયાનમાં ત્યાંથી ચોરી થઈ ગયું હોય હાલ રૂા.૩૦,૦૦૦ ની કિંમતનું વાહન ચોરાયા અંગેની તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરેલ છે.જેની આગળની તપાસ બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News