મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન


SHARE





મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમ વખત કોઈને નટરાજ એવોર્ડ મળી ગયો છે અને જાણીતા રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના હસ્તે આ સન્માન તેઓને મળવાનું છે.ત્યારે ટંકારાના ધ્રુવનગર ગામના રાજેશભાઈ વ્યાસે આ બહુમાન મેળવીને સમગ્ર વ્યાસ જ્ઞાતિનું જ્ઞાન નામ રોશન કરેલ છે.

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવી મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ વધારતા રાજેશભાઇ વ્યાસ કે જેઓનું મુળ ગામ ધ્રુવનગર છે અને હાલ તેઓ મોરબીના રહીશ છે.રાજેશભાઇ કુકરવાડીયાને હનુમાન જયંતિના દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડા મુકામે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં નટરાજ એવોર્ડ ભારત દેશના મહાનુભાવોની ઉપસ્થિતીમા અર્પણ કરવામા આવશે.જે ગૌરવપૂર્ણ એવોર્ડ માટે સમગ્ર જ્ઞાતિ બંધુઓ હર્ષની લાગણી અનુભવે છે.મોરબી મચ્છુકાંઠા લોક ભવાઇ કલાના ઇતિહાસ માં સૌ પ્રથમ આ એવોર્ડ રાજેશભાઇને મળતા પરિવારજનો, ગ્રામજનો, જ્ઞાતિ બંધુઓ, અને ભવાઇ ચાહકોમા હર્ષની લાગણી હોય ચોમેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.




Latest News