મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના ભડિયાદ કાટા પાસે આવેલ માહી એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ સામે ભરણપોષણનો કેસ કરેલો છે જે બાબતનો ખાર રાખીને પતિ સહિત કુલ બે વ્યક્તિઓ તેના ઘરે આવ્યા હતા અને મહિલાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ભડીયાદ કાંટે માહી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (37)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રાકેશભાઈ દેવજીભાઈ સાગઠીયા અને ચિરાગ અમૃતભાઈ સાગઠીયા રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ પોતાના માવતરના ઘરે રિસામણે છે અને તેના પતિ રાકેશભાઈ સાગઠીયા સામે તેણે મોરબીની કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ કરેલ છે જે બાબતનો ખાર રાખીને ફરિયાદીને તેના પતિ અવારનવાર હેરાન પરેશાન કરતા હતા અને બંને આરોપીઓ ગત તા. 7 ના રોજ સાંજે 7:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News