મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો


SHARE









મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો

મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જિલ્લા કક્ષાના મહિલા દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને જુદા જુદા ગામોમાં સારી કામગીરી કરનારા મહિલા સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનો મહિલાઓને લાભ આપવામાં આવ્યો હતો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

8 મી માર્ચને મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત મહિલા સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કર્યું હતું અને તેમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ નવલદાન ગઢવી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી જે ગામના મહિલા સરપંચો દ્વારા સારી કામગીરી કરવામાં આવી હોય તેઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું




Latest News