વાંકાનેરના કુચીયાદડ-ગુંદા ગામે રોડના કામનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા-બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયોની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ મોરબીના SP એ કરેલા PSI ની બદલીના ઓર્ડરની હજુ પણ અમલવારી ન થતાં અનેક તર્કવિતર્ક: SMC ને ગુમરાહ કર્યાની પોલીસ બેડામાં ચર્ચા મોરબીના નેક્ષસ સિનેમા પાસે કાર અન્ય વાહન સાથે અથડાતા ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબી-વાંકાનેર હાઇવે બંધુનગર પાસે બનાવ : બાઈક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાં પીજીવીસીએલ દ્વારા લોક જાગૃતિ માટે રેલી-નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરો દાતાઓ વર્ષી ગયા: 60 લાખનું દાન મળ્યું માટીની આડમાં બિયરની હેરફેરી !: હળવદના સુખપર નજીકથી ટ્રક ટ્રેલરમાં ભરેલ માટી સાથે 2256 બીયરના ટીન ઝડપાયા, 22.87 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી હથિયાર ધારકોએ જમા કરવેલા હથિયાર ૬-જુન સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું


SHARE











મોરબી હથિયાર ધારકોએ જમા કરવેલા હથિયાર ૬-જુન સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અંતર્ગત ગત ૦૭ મે ના રોજ મતદાન પૂર્ણ થયું છે અને ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી યોજાનાર છે જે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોએ સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાં સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીએ જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ આદેશ અન્વયે ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવે છે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી/અર્ધ સરકારી સંસ્થાઓ બેંક કોર્પોરેશન સહિતના નામે જે હથિયાર પરવાનો ધરાવતા તેમને તેમના પરવાનાવાળા હથિયારો જમા કરવામાં મુક્તિ આપવામાં આવે છે. ઔદ્યોગિક એકમો, એકમો ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે પોતાના પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શિયલ બેંકો, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવાથી મુક્તિ આપવામાં આવે છે.

આવા સિક્યુરિટી ગાર્ડન તેઓને જે એજન્સ-એકમમાં ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી એકમનું ફોટોગ્રાફ સાથેનો ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે તેમજ જે તે સંબંધીત એજન્સી એકમના અધિકૃત અધિકારીશ્રી આવા સિક્યુરિટીગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમ અનુસાર ચકાસણી કરી લેવાની રહેશે. શૂટિંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાયફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઇફલનો ઉપયોગ કરે છે તેમને આ પ્રતિબંધ માંથી મુક્તિ આપવામાં આવશે.આ જાહેરનામું તા.૬-૬-૨૪ સુધી અમલમાં રહેશે.




Latest News