મોરબીના જલારામ ધામા ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે


SHARE













મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે

મોરબીમાં આવેલ મચ્છુ નદી ઉપરનો પાડાપુલને રીપેર કરવાનો છે જેથી કરીને આજથી આ પુલને વાહનોની અવરજવર માટે સદંતર બંધ કરી દેવામાં આવેલ છે અને તેની સામે લોકોને વૈકલ્પિક રસ્તાઓ પણ તંત્ર દ્વારા આપવામાં આવેલ છે જો કે, જેટલા દિવસ સુધી પુલનું રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી શહેરના કોઈપણ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તેના માટે પોલીસનો દરેક માર્ગ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.

રજવાડાના સમયમાં 142 વર્ષ પહેલા મોરબીમાં મચ્છુ નદી ઉપર પાડા પુલ બનાવવામાં આવેલ હતો આ પુલમાં બેરીંગ અને જોઈન્ટ બદલવાની તેમજ માસ્ટિક આસફાલ્ટની કામગીરી કરવાની છે જેથી કરીને ગુરુવારે તા 12 ના રોજ રાત્રિના 12 વાગ્યાથી વાહનોની અવર-જવર આ પુલને સદંતર બંધ કરી દેવામાં આવેલ છે અને જે ટ્રાફિક સામાન્ય દિવસોમાં પાડા પુલ ઉપરથી પસાર થતો હોય છે તેને બીજા રોડ અને પુલ ઉપરથી ડાયવર્ટ કરવા માટે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા બે દિવસ પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને એસટી બસ સહિતના વાહનો માટે વૈકલ્પિક રોડ રસ્તા જાહેર કરવામાં આવ્યા હતા. જેની આજે સવારથી જ પોલીસ વિભાગ દ્વારા અમલવારી કરી દેવામાં આવી છે અને મોરબીના બેઠાપુલ ઉપરથી બાઇક, સ્કૂટર, રિક્ષા, કાર જેવા વાહનો શહેરમાં આવી શકશે અને મયુર પુલ ઉપરથી બાઇક, સ્કૂટર, રિક્ષા, કાર જેવા વાહનો  સામાકાંઠા તરફ જઈ શકે તેવી વ્યવસ્થા હાલમાં ગોઠવવામાં આવી છે.

હાલમાં શરૂ કરવામાં આવી રહેલા રિપેરિંગ કામની માહિતી આપતા અધિકારી કહ્યું હતું કે, અંદાજે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે આ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવશે અને લગભગ 45 દિવસ જેટલા સમય સુધી પુલ બંધ રહેશે. જો કે, હાલમાં મળી રહેલ માહિતી મુજબ આ પુલના કુલ 19 જેટલા ગાળા (સ્પાન) આવેલ છે તે પૈકીનાં પાડા પાસેથી નટરાજ ફાટક તરફ જવા માટેના રસ્તામાં જે 9 ગાળા આવેલ છે તેનું રિપેરિંગ કારવામાં આવશે. અને કુલ મળીને 54 જેટલા બેરિંગ બદલાવવાની અને 10 જોઈન્ટ બદલાવવામાં કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છેકે, વર્ષ 1979 માં જે મચ્છુ જળ હોનારતની ઘટના બની હતી તેમાં પુલ ઉપર મૂકવામાં આવેલ પાડા થી મોરબી શહેર તરફ જવા માટેનો જે પુલ હતો તે તૂટી ગયો હતો જેને 1981માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને 1984 થી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો જો કે, પાડાથી સામાકાંઠા તરફ જવાનો જે પુલનો ભાગ છે તેના બેરિંગ બદલવા સહિતની કામગીરી અંદાજે 142 વર્ષ પછી કરવામાં આવી રહી છે.  

મોરબીમાં પાડા પુલનું સમારકામ પૂર્ણ ન કરવામાં આવે ત્યાં સુધી બંધ કરવામાં આવેલ છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તે માટેના વૈકલ્પિક રસ્તાઓ વાહન ચાલકો માટે જાહેર કરવામાં આવેલ છે જેમાં ગઇકાલ સુધી એસ.ટી.ની જે બસ મોરબી કે રાજકોટથી કચ્છ કે અમદાવાદ તરફ આવતી અને જતી હતી તે બસોને આજથી નવા બસ સ્ટેન્ડથી ભકિતનગર ઓવરબ્રીજ નીચેથી પસાર કરીને દલવાડી ચોકડી, પંચાસર ચોકડી, વાવડી ચોકડી અને રવિરાજ ચોકડી તરફ આવવા અને જવાનું રહેશે. તો કચ્છ તરફથી આવતી બસોએ માળીયા ફાટક તેમજ અમદાવાદથી આવતી બસોએ મહેન્દ્રનગર ચોકડીએ થી રવિરાજ ચોકડી થઈને ગામમાં આવવાનું રહેશે. જેથી કરીને મોરબી શહેર કે પછી બાયપાસ રોડ ઉપર ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તેના માટે પોલીસે જુદીજુદી જગ્યા ઉપર ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પોઈન્ટ બનાવેલ છે અને ત્યાં સવારથી જ પોલીસનો બંદોબસ્ત રાખવામા આવેલ છે. જો કે, મચ્છુ નદીને ક્રોસ કરીને શહેરમાં આવવા અને જવા માટે વાહન ચાલકો મયુર પુલ, પાડા પુલ અને બેઠા પુલનો ઉપયગ કરે છે તો પણ ટ્રાફિક થાય છે ત્યારે અંદાજે દોઢ મહિના સુધી પાડા પુલ બંધ કરાતા શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે.






Latest News