વાંકાનેરના કુચીયાદડ-ગુંદા ગામે રોડના કામનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા-બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયોની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ મોરબીના SP એ કરેલા PSI ની બદલીના ઓર્ડરની હજુ પણ અમલવારી ન થતાં અનેક તર્કવિતર્ક: SMC ને ગુમરાહ કર્યાની પોલીસ બેડામાં ચર્ચા મોરબીના નેક્ષસ સિનેમા પાસે કાર અન્ય વાહન સાથે અથડાતા ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબી-વાંકાનેર હાઇવે બંધુનગર પાસે બનાવ : બાઈક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાં પીજીવીસીએલ દ્વારા લોક જાગૃતિ માટે રેલી-નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરો દાતાઓ વર્ષી ગયા: 60 લાખનું દાન મળ્યું માટીની આડમાં બિયરની હેરફેરી !: હળવદના સુખપર નજીકથી ટ્રક ટ્રેલરમાં ભરેલ માટી સાથે 2256 બીયરના ટીન ઝડપાયા, 22.87 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર મુકાયેલા નિયંત્રણો લંબાયા


SHARE











સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર મુકાયેલા નિયંત્રણો લંબાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ જુદા-જુદા સાત તબક્કાઓમાં યોજવાની તા.૧૬-૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં તા.૦૭-૦૫-૨૦૨૪ ના રોજ મતદાન પૂર્ણ થયેલ છે તેમજ મતગણતરી તા.૦૪-૦૬-૨૦૨૪ ના રોજ યોજાનાર છે. બાકી રહેલ તબક્કાઓનું મતદાન ક્રમશઃ પૂર્ણ થવામાં છે. જે અન્વયે હાલની સ્થિતિએ આદર્શ આચારસંહિતાની અમલવારી ચાલુમાં છે. આદર્શ આચારસહિતાની અમલવારી કરવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના તમામ શહેરો અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં તા.૦૬-૦૬-૨૦૨૪ સુધી પ્રતિબંધો ફરમાવવામાં  આવ્યા છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્‍લાનાં સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકરી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઇ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.વિશ્રામગૃહ, અતિથિગૃહ, ડાકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ યોજવા પર, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીંગ કરવા પર, પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.




Latest News