મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને સાત વર્ષની સખ્ત કેદની સજા


SHARE













મોરબીમાં વૃદ્ધની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને સાત વર્ષની સખ્ત કેદની સજા

મોરબીમાં પ્લોટ બાબતે માથાકૂટ કરીને વૃદ્ધને ગાળો આપીને છરીથી છાતી અને પેટના ભાગે ઈજા કરી હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં હત્યાની કોશિશના ગુનામાં કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને સાત વર્ષની સખ્ત કેદની સજા અને દંડ કરેલ છે

હાલમાં સરકારી વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગત તા. ૩/૧૨/૨૦૧૮ ના રોજ ફરિયાદી કાનજીભાઈ કુંવરજીભાઈ બારેજીયા મોરબીમાં આવેલ વરિયા માતાજીના મંદિરે ગયા હતા અને દર્શન કરીને ઘરે જતાં હતા અને તેમણે મોટા દીકરા શંકરભાઈના નામે લવજીભાઈ હીરાભાઈ ઉભડીય પાસેથી ચાર વર્ષ પહેલા ત્રાજપર ગામના રેવન્યુ સર્વે નં-૫૭ પૈકીની બિનખેતી કરીને રહેણાંક હેતુના પ્લોટ પાડેલ હતા જેમાં પ્લોટ નં-૨૦ વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યો હતો જે પ્લોટમાં જતા સોઓરડીમાં રહેતા બેચર જગજીવનભાઈએ સીએનજી રીક્ષા લઈને ત્યાં આવ્યો હતા અને પ્લોટ બાબતે અમે દાવો દાખલ કરેલ છે કોર્ટમાં કેસ ચાલુ છે અને બેચરભાઈએ કહ્યું કે પ્લોટ મારા સાળા ભરતભાઈ જોશીનો છે તેવું કહીને ગાળો આપીને છરી વડે છાતી અને પેટના ભાગે જીવલેણ ઇજા કરી હતી જેથી કરીને વૃદ્ધે મોરબી બી ડીવીઝન ખાતે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવેલ હતી અને તે ગુનામા આરોપીની ધરપકડ કરી હતી

આ કેસ બીજા એડીશનલ સેશન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મોરબીના મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ ૧૨ મૌખિક અને ૨૩ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી બેચર જગજીવન ચાઉંને કસુરવાર ઠેરવીને હત્યાની કોશિશના ગુનામાં આરોપીને સાત વર્ષની સખ્ત સજા અને ૫૦ હજારનો દંડ અને દંડની રકમ ન ભારે તો વધુ બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તેમજ અન્ય કલમ હેઠળ ૧૮ માસની સાદી કેદની સજા અને પાંચ હજારનો દંડ અને દંડ ન ભારે તો વધુ ત્રણ માસની સજા કરેલ છે

આરોપી પકડાયો

માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને અપહરણની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં આરોપી પાંચ મહિનાથી નાસતો ફરતો હતો તે આરોપી ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ કુછવાહ રહે. મધ્યપ્રદેશ વાળાને સીપીઆઈની ટીમ મધ્યપ્રદેશ જઈને ખાતે પકડી લાવેલા છે અને તેની સાથે ભોગ બનેલ સગીરા પણ મળી આવેલ છે અને આરોપી ક્રિષ્ના ઉર્ફે કાનીયા રતીરામ કુછવાહની ધરપકડ કરીને હાલમાં માળિયા મિયાણાં તાલુકા પોલીસને સોપવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપીની સામે મધ્યપ્રદેશના સુરખી થાણામાં બે ચોરી અને બે મારામારીના ગુના નોંધાયેલ છે આ કામગીરી સીપીઆઇ એન.એ. વસાવા, સુરેશભાઈ આર. ચાવડા, બકુલભાઈ કાસુન્દ્રા, મહેશભાઈ ડાંગર, નીલોફરબેન અબ્દાન સહિતએ કરી હતી






Latest News