વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી ખાણ ખનીજ વિભાગની સેમ્પલયુક્ત કામગીરીથી શહેરમાં તરહ તરહની ચર્ચા


SHARE













મોરબી ખાણ ખનીજ વિભાગની સેમ્પલયુક્ત કામગીરીથી શહેરમાં તરહ તરહની ચર્ચા

મોરબી જિલ્લામાં અનેક કારખાનાઓ અને ઉદ્યોગો આવેલા છે અને તેમાં વિવિધ ખનીજોની ભારે માત્રામાં હેરફેર થતી હોય છે તેમજ બાંધકામ ઉદ્યોગ માટે પણ મોટાપાયે ખનીજ પરીવહન થતુ હોય છે.પરંતુ સમયાંતરે ચોપડા ઉપર કામગીરી બતાવવા માટે જે તે સંલગ્ન વિભાગો દ્વારા "સેમ્પલ યુક્ત" કામગીરી કરવામાં આવતી હોય તેઓ મોરબી શહેર અને જિલ્લાભરમાં ઘાટ જોવા મળે છે.કારણ કે જ્યાં દૈનિક ૨૦૦ થી લઈને ૫૦૦ જેટલા ટ્રકોમાં ખનીજ પરિવહન થતું જોવા મળે છે.ત્યાં સમયાંતરે એકલદોકલ કેસ સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવે છે.જે બાબત હાલ શહેરભરમાં ચર્ચા અને ટીકાનો વિષય બની રહે છે.

તેમાં પણ જ્યારે કોઈ વાહન પકડાય ત્યારે દંડની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે જે વાહન માલિક ઉપર થતી હોય છે.પરંતુ આ ખનીજ ક્યાંથી ભરાણું હતુ..? તે તપાસ કરીને ત્યાંના સરપંચ ત્યાંના તલાટી અને સંલગ્ન મામલતદારની શું જવાબદારી..? ખનીજ ચોરી થઈ ત્યાં સુધી તેઓ શું કરતા હતા..? તે દિશામાં ક્યારેય પણ ઘટતી કાર્યવાહી થતી નથી માટે ઉચ્ચ કક્ષાએથી વિઝીલન્સ તપાસ થાય તે જરૂરી બન્યુ છે.હાલ મળતી માહિતી પ્રમાણે મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેથી ખાણ ખણેજ વિભાગ દ્વારા જીજે ૧૨ બીવી ૬૩૮૦ નંબરના વાહનને અટકાવવામાં આવ્યુ હતુ અને તેના ચાલક રામાભાઈ દેવાભાઈ ભરવાડ રહે.લખાગઢ રાપર જી.ભુજ વાળા પાસે તેમાં ભરેલ ખનીજના કોઈ આધાર પુરાવા ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ વસૂલવા માટે વાહનને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે જે તે વાહન ખનીજ સાથે પકડાઈ તેના માલિક ઉપર દંડની પ્રક્રિયા થાય છે.પરંતુ આ ખનીજ કોની સૂચનાથી અને ક્યાંથી ભરવામાં આવ્યું હતું.? તે દિશામાં ઊંડી તપાસ કરવામાં આવતી નથી અને "મુખ્ય માથા" ઓ સુધી પહોંચવામાં આવતું નથી.તે ઉપરાંત જે તે ગ્રામ્ય વિસ્તારોમાંથી જે તે સંલગ્ન ખનીજની ચોરી થઈ છે. તે બાબતે ત્યાંના સરપંચ ત્યાંના તલાટી કે લાગુ પડતા મામલતદારની પણ કોઈ જવાબદારી હોય છે કે કેમ..? તે નક્કી કરીને તેઓ વિરુદ્ધ પણ કોઈ ઉચ્ચ કક્ષાએથી પગલા લેવામાં આવતા નથી.માટે 'સબ ભૂમિ ગોપાલ કી' ની જેમ મોરબી પંથકમાંથી ભારે મોટી માત્રામાં સમયાંતરે ખનીજ ચોરી થતી જોવા મળે છે અને વિભાગ કામગીરી કરી રહ્યું છે તે દર્શાવવા માટે સમયયાંતરે એકલદોકલ કેસ કરી 'સરકારી ચોપડે કામગીરીની રંગોળી' પાથરવામાં આવતી હોય તેવો શહેર અને જીલ્લાભરમાં ઘાટ જોવા મળી રહ્યો છે.જે બાબત મોરબીના લોકોમાં ચર્ચા અને ટીકાપાત્ર બની રહ્યો છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ૩-૪ ની વચ્ચે રહેતા જશુબેન મોહનભાઈ ચાવડા નામના ૩૦ વર્ષના મહિલાને રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં પતિ સાથે બોલાચાલી ઝઘડો થયા બાદ પતિ દ્વારા માર મારવામાં આવતા ઇજા પામેલ જશુબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભાવનાબેન મનોજભાઈ કડેવાર જાતે દેવીપુજક નામની ૩૫ વર્ષીય મહિલાને તા.૧૭-૫ ના મોડી રાત્રીના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ભક્તિનગર સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસ મથકે જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને વાહન અકસ્માતના બનાવની આગળની તપાસ હાથ ધરાઈ હતી.




Latest News