મોરબી ખાણ ખનીજ વિભાગની સેમ્પલયુક્ત કામગીરીથી શહેરમાં તરહ તરહની ચર્ચા
મોરબીના સાપર નજીક શોપિંગના પાર્કિંગમાં ઉભેલ કારમાંથી ૫૦ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ
SHARE







મોરબીના સાપર નજીક શોપિંગના પાર્કિંગમાં ઉભેલ કારમાંથી ૫૦ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામ પાસે શોપિંગના પાર્કિંગમાં કાર ઊભી હતી તે કારની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત હતી જેના આધારે પોલીસે ત્યાં કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની ૫૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને ૩,૧૭,૧૪૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને આરોપી હાજર ન હોવાથી કાર ચાલક સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામ પાસે બ્લુગ્રેસ સીરામીક નજીક આવેલ આમ્રપાલી કોમ્પલેક્ષના પાર્કિંગમાં મારુતિ સુઝુકી બલેનો કાર નં. જીજે ૧ આરયુ ૪૨૦૬ પાર્ક કરીને ઉભી રાખી હતી જે કારમાં દારૂ હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે તે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની ૫૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૭,૧૪૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩,૧૭,૧૪૦ ની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે જોકે, કારચાલક ત્યાં હાજર ન હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના નાનીવાવડી ગામે રહેતા રાજેશ વેલજીભાઈ સોલંકી (૩૦) નામના યુવાનને વાવડી ગામે આવેલ દશામાના મંદિરની પાછળના ભાગમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે
મારા મારીમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દિપક સુરેશભાઈ આત્રેસા (૩૩) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે
