મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ તેવા નારા લગાવવાના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ-જામીન મુક્ત


SHARE







મોરબીમાં મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ તેવા નારા લગાવવાના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ-જામીન મુક્ત

મોરબીમાં ગત રામનવમીના દિવસે વિજયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશાહ પીરની દરગાહ સામે વિજય યાત્રામાં જોડાયેલ મહિલાઓ પૈકી અજાણી મહિલાઓએ ડીજેના સાઉન્ડમાં ભજન વાગતાં હતા તેને બંધ કરાવીને ત્યાં મોહમ્મદ પેગંબર વિશે અવિવેકી શબ્દો ઉચ્ચારીને વયમનસ્ય ઊભું કરવાના ઇરાદે નારા લગાવવામાં આવ્યા હતા જે અંગેની ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં આરોપી મહિલા હાઇકોર્ટમાંથી આગોતરા જામીન સાથે રજૂ થતાં પોલીસે તેની પૂછપરછ કરીને હાઇકોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરી હતી

મોરબીમાં ગત રામનવમીએ નીકળેલ વિજયયાત્રા નવાડેલા રોડ ઉપરથી મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશા પીરની દરગાહ પાસે પહોચી હતી ત્યારે વિજયયાત્રામાં ડીજે સાઉન્ડ સિસ્ટમમાં ભજન વાગતા હતા તેને બંધ કરાવીને મહિલાઓ દ્વારા પોતાના હાથમાં માઇક લઈને મહંમદ પેંગમ્બર વિશે અવિવેકી શબ્દો ઉચ્ચારી વયમનસ્ય ઊભું કરવાના ઇરાદે નારાઓ લગાવવામાં આવ્યા હતા તેમજ મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ અને બે અલગ અલગ કોમ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું જેથી મોરબીમાં આઝાદ હોટલની સામે રહેતા ફારુકભાઈ આદમભાઈ અઘામ જાતે સંધિ (૪૯)એ અજાણી મહિલા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૧૫૩ (એ), ૨૯૫ (એ) અને ૫૦૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે હતી તેવામાં થોડા સમય પહેલા મોરબીની કોર્ટમાં  જાકાસાણીયા આરતીબેન નામની યુવતીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી ત્યારે કોર્ટે આગોતરા જામીન માટેની અરજીને ફગાવી દીધેલ હતી ત્યાર બાદ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન  માટે જાકાસાણીયા આરતીબેનએ વકીલ મારફતે અરજી કરી હાથીને હાઈકોર્ટે ૧૦ હજારના આગોતરા જામીન મંજૂર કરયાહ હતા અને ત્યાર બાદ આરોપી જાકાસાણીયા આરતીબેન નિલેષભાઈ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરીને હાઇકોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરીને તેને જામીન મુક્ત કરેલ છે તેવી માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા પાસેથી જાણવા મળેલ છે






Latest News