વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી: લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે ગરબા લેતી દીકરી સાથે માથાકૂટ કરનારા જમાઈને સમજાવવા ગયેલ સાસુ-પાટલા સાસુને મારી નાખવાની ધમકી


SHARE













મોરબી: લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે ગરબા લેતી દીકરી સાથે માથાકૂટ કરનારા જમાઈને સમજાવવા ગયેલ સાસુ-પાટલા સાસુને મારી નાખવાની ધમકી

મોરબી નજીકના પીપળી ગામે લગ્ન પ્રસંગમાં આવેલ પ્રેમ લગ્ન કરનાર દીકરી પરિવાર સાથે ગરબા રમતી હતી ત્યારે તેના પતિએ ગરબા રમવા બાબતે તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો જેથી કરીને જમાઈને સમજાવવા સાસુ અને પાટલા સાસુ ગયા હતા ત્યારે જમાઇએ તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલ પાટલા સાસુએ નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે જમાઈ સહિત બે વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા હેતલબેન શૈલેષભાઈ વાઘેલા (૩૬)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રાણાભાઇ પરમાર રહે. ગાંધીનગર અને જીતેન્દ્રભાઈની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી તાલુકાના પીપળી ગામે ફરિયાદીની નાની બહેન પૂજાના લગ્ન હોવાથી ફરિયાદી તથા અન્ય પરિવારજનો ત્યાં આવ્યા હતા તેમજ તેની નાની બહેન શિવાની કે જેને આરોપી મનોજભાઈ પરમાર સાથે પ્રેમ લગ્ન કરેલા છે તેઓ પણ લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને લગ્ન વિધિ દરમિયાન હલ્દી પ્રસંગ બાદ ફરિયાદીની નાની બહેન શિવાની પરિવારજનો સાથે રાસ ગરબા રમતી હતી જે બાબતે આરોપી મનોજભાઈએ તેની સાથે ગરબા રમવા બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારે તેને ફરિયાદી તથા તેની માતા અમિતાબેન તેઓના જમાઈને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપીએ તેઓની સાથે બોલાચાલી કરી હતી ઝઘડો કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલ પાટલા સાસુએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે બે વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મહિલા સારવારમાં

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા પ્રીતિબેન પૂજનાદાસ (૨૩) નામની મહિલા બાઇકમાં બેસીને મોરબીના જેતપર રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું અને આ બનાવમાં પ્રીતિબેનને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર મામા સાહેબના મંદિર નજીક રહેતા રમેશભાઈ સોમાભાઈ સિંધવ (૫૫) નામના આધેડ બાઈક લઈને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એસ્સારના પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં કોઈ કારણસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે




Latest News