ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા
SHARE







ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા
જનજનને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ આશ્રમમાં શોકનો માહોલ છે.ટંકારા કોઠારીયા રોડ ઉપર સિતરામાતાની ધારના રસ્તે આવેલા શાંતિ આશ્રમ જ્યા પ્રાયસ્ચિત હનુમાનજી અને બજરંગદાસ બાપુની મઢુલી આવેલી છે. ત્યાંના મહંત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસજી મહારાજ આજરોજ તા.૧૮-૫-૨૪ ને શનિવારે વહેલી સવારે શ્રી રામ ચરણ પામ્યા છે. પ્રાણજીવનદાસ બાપુને લોકોને જમાડવાનો અદ્ભુત શોખ હતો એમ કહી તો આજ એમની સેવા પુજા જપ તપ હતું.ગુરૂ આજ્ઞા પ્રમાણે જઠરાગ્નિ ઠારવા સેવાના ભેખધારી મોઢેરા આશ્રમથી ભંગેશ્ર્વર તિથવા આવ્યા બાદ ટંકારા શાંતિ આશ્રમના લાલદાસ બાપુની સેવામાં અહીં આવ્યા હતા અને આ આશ્રમને રીતસરનો રળીયામણો કરી આજે ફાની દુનિયાને અલવિદા કહી જતા રહ્યા હતા.ધુન ભજન કિર્તન સાથે વટેમાર્ગુ ઉપરાંત અબોલ જીવોને સાચવવા ખુબ જહેમત ઉઠાવતા હતા. નાના બાળકો અને મજુરો માટે પણ ખુબ કુણી લાગણી વ્યક્ત કરી આશ્રમને અદકેરૂ કરવામાં ખુબ યોગદાન આપ્યું હતું.તેમ બાપા સીતારામ સેવા સમિતિએ યાદીમાં જણાવ્યું છે.
