મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી
Breaking news
Morbi Today

મોરબી અને મકનસર ગામે જુગારની જુદી જુદી ત્રણ રેડમાં ચાર મહિલા સહિત કુલ ૧૬ જુગારી ઝડપાયા


SHARE











મોરબી અને મકનસર ગામે જુગારની જુદી જુદી ત્રણ રેડમાં ચાર મહિલા સહિત કુલ ૧૬ જુગારી ઝડપાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં સાઈબાબા ના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર મહિલા સહિત સાત જુગારીઓ મળી આવ્યા હતા આવી જ રીતે મોરબી તાલુકાના મકાનસર ગામે જુદી જુદી બે જગ્યાએ જુવાની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા કુલ મળીને નવ શખ્સો ઝડપાયા હતા

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં સાઈબાબાના મંદિર નજીક જાહેરમાં શેરીમાં જુગાર રમતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અલીમામદ જુમાભાઇ સુમરા (૪૮), નૂરમામદ મહમદહાસમ બુખારી (૫૧) સોકત ભાઈ ઈસ્માઈલભાઈ સાયચા (૨૩) શેરબાનુબેન રફિકભાઈ પઠાણ (૪૬) રેશમાબેન ઉર્ફે રસીદાબેન સદામભાઈ પઠાણ (૨૨), દેવુબેન ઉર્ફે રેવાબેન પોલાભાઈ વાણીયા (૪૫) તથા લલીતાબેન ઉર્ફે લીનાબેન શાંતિલાલ મારું (૪૦) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૩,૩૮૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મકાનસર ગામ પાસે આવેલ ગોકુલનગરમાં સંતોષ ટ્રાન્સપોર્ટ પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા શંકરભાઈ ટીકુભાઈ દેગામા (૩૨) રમેશભાઈ બાબુભાઈ દેગામા (૩૧) શક્તિભાઈ મંગાભાઈ થરેષા (૩૨) આકાશભાઈ ધર્મેન્દ્રભાઈ પાટડીયા (૨૦) અને વિરમભાઈ દેવશીભાઈ સારલા (૩૧) રહે બધા મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩૫૦૦ ની રોકડ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત મકનસર ગામે બહુચર પાનની દુકાન પાછળ જાહેરમાં જુગારની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે નટુભાઈ અમરશીભાઈ દેગામા (૫૨) કલ્પેશભાઈ કાળુભાઈ ગુઢડીયા (૨૬) મહેશભાઈ ધીરુભાઈ દેગામા (૨૮) ગોપાલભાઈ ભુરાભાઈ વાહરેસિયા (૫૬) રહે બધા મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News