મોરબી જિલ્લાના ટંકારા, બગથળા અને લાલપર પીએચસીમાં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ
મોરબી અભયમ ટીમે ઘરેથી નીકળેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન
SHARE









મોરબી અભયમ ટીમે ઘરેથી નીકળેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન
મોરબીમાં પતિ સાથે ઝઘડો થયા બાદ મહિલા ઘરેથી નીકળી ગયેલ હતી અને તેની માહિતી મોરબી અભયમ ટીમને મળી હતી જેથી ત્યાં પહોચીને મહિલાનું પતિ સાથે મિલન કરાવ્યુ હતું.
જાણવા મળતી માહિતી મુજબ ગત તા. ૧૭ મેના રોજ એક વ્યક્તિએ ૧૮૧ માં ફોન કરીને એક મહિલાને મદદની જરૂરી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, કોન્સ્ટેબલ રંજનબેન તેમજ પાયલોટ પ્રદિપભાઈ તે મહિલા પાસે પહોંચ્યા હતા. અને મહિલાને પુછયુ હતું ત્યારે તે મધ્ય પ્રદેશથી મોરબી કંપનીમાં આવ્યા છે અને પતિ સાથે ઝઘડો થતાં તેઓ પતિને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા છે. ત્યારબાદ અભયમ ટીમે મહિલાને સમજાવ્યા હતા અને પતિનું સરનામું મેળવી તેની સાથે તેનું મિલન કરાવ્યુ હતું
