મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાએ રૂપિયા દેવાની ના કહેતા કપાતર દિકરાએ ગાળો આપી, પિતાને માર માર્યો: ત્રણ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં માતાએ રૂપિયા દેવાની ના કહેતા કપાતર દિકરાએ ગાળો આપી, પિતાને માર માર્યો: ત્રણ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા આધેડ મહિલા પાસે તેના દીકરાએ પૈસાની માંગણી કરી હતી ત્યારે તેણે પૈસા આપવાની ના પાડી હતી જેથી કરીને કપાતર દિકરાએ તેની માતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે તેના પિતાએ તેને ગાળો બોલવાની ના પાડતા દીકરાએ તેના પિતાની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડી વડે માર માર્યો હતો તેમજ માતા પિતા સહિત ત્રણ વ્યક્તિઓને જાનથી મારી રાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલ માતાએ તેના જ દીકરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં શંકરના મંદિરની પાછળના ભાગમાં રહેતા માઈકાબેન મેઘાભા જુવા જાતે ગઢવી (૫૦) નામના મહિલાએ તેના દીકરા અજીત મેઘાભા ગઢવી રહે કારીયા સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી મહિલા પાસે આવીને તેના દીકરા અજીત ગઢવીએ રૂપિયાની માંગણી કરી હતી ત્યારે તેણે રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ તેની માતાને જેમ ફાવે તેમ ગાળો દીધી હતી અને ગાળો દેવાની તેના પિતાએ ના પાડતા આરોપી દીકરાએ તેના પિતા સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે પગમાં માર મારીને ઇજા કરી હતી આટલું જ નહીં પરંતુ માતા-પિતા તેમજ સાહેદ રંજનબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ માતાએ હાલમાં તેના જ દીકરાની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે








Latest News