વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે લઘુ ઉધોગ ભારતીની બેઠક યોજાઇ


SHARE

ટંકારા ખાતે લઘુ ઉધોગ ભારતીની બેઠક યોજાઇ

ટંકારા ખાતે લઘુ ઉધોગ ભારતીની સવિશેષ બેઠકનુ આયોજન થયુ હતું અને લઘુઉદ્યોગ ભારતીએ MSME ઉદ્યોગોનું દેશમાં સૌથી મોટું સંગઠન છે. દેશના ૫૬૬ જિલ્લાઓમાં અને ૧૧૩૭ ઔદ્યોગીક ક્ષેત્રોમાં તેના સભ્યો પથરાયેલા છે અને કુલ સદસ્યતા પચાસ હજારથી વધારે છે. 

મોરબી શહેરમાં ૨૫૦ થી વઘુ સભ્યો સાથે લઘુ ઉદ્યોગ ભારતી કાર્યરત છે જ. ટંકારા તાલુકામાં આ સંગઠનને કાર્યરત બનાવવા એક બેઠકનું આયોજન ટંકારાના છતર જીઆઇડીસીમાં કરવામાં આવેલ.આ મિટીંગમાં ૫૦ થી વઘુ સ્થાનીક ઉદ્યોગકારોએ ભાગ લીધેલ.આ બેઠકમાં માર્ગદર્શન આપવા લઘુઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીયમંત્રી શ્યામ સુંદર સલુજા અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા ખાસ ઉપસ્થિત રહેલ હતા અને આ બંને મહાનુભાવોએ સ્થાનીક સ્તરે નળતર રૂપ વિવિધ પ્રશ્નો જેવા કે વ્યપારીઓને માલ સપ્લાઇ કર્યા પછી પેમેન્ટ ફસાઇ જવું, પીજીવીસીએલ દ્વારા વિજ સપ્લાયમાં સાતત્યતા ન જળવાવી વિગેરે પ્રશ્નોની ઉપર ચર્ચા કરવામાં આવેલ હતી અને તેના ઉકેલ માટે શ્યામ સુંદર સલુજાએ અન્ય જિલ્લાઓએ આવા પ્રશ્નોના સમાધાન માટે અપનાવામાં આવેલ રસ્તાની માહિતી આપી હતી. વિશેષ કરીને એવા પ્રશ્નો કે જે સ્થાનીક સ્તરે ન ઉકેલી શકાતા હોઇ અને રાજ્ય સ્તરે ઉકેલવા પડે તેમ હોઇ તેમાં સંપુર્ણ રીતે સાથ સહકાર આપી સાથે રહેવાની બાહેંધરી આપી હતી.સાથોસાથ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા અત્યાર સુધી દેશભરમાં કરવામા આવેલ વિવિધ કાર્યોની પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરોક્ત કાર્યક્રમમાં લઘુઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્રના વિવિધ હોદેદારો જયભાઇ માવાણી, અરવિંદભાઇ તળપદા, ભરતભાઇ ડાંગરીયા, જયસુખભાઇ રામાણી, દિનેશભાઇ નારીયા, જેન્તિભાઇ મુંગરા, ભિમજીભાઇ ભાલોડીયા વિગેરે ઉપસ્થિત રહેલ હતા અને આ સંપુર્ણ કાર્યક્રમનું આયોજન લઘુઉદ્યોગ ભારતી મોરબીના પ્રમુખ હરેશભાઇ બોપલીયા, મંત્રી સંદિપભાઇ કૈલા તેમજ ટંકારા સ્થિત ઉદ્યોગકારો ફાલ્ગુનભાઇ સંઘાણી અને હસમુખભાઇ દુબરિયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
Latest News