મોરબીમાં પેપર ટ્રેડીંગની પેઢી સાથે ૧.૩૨ કરોડની છેતરપીંડી કરનારા આરોપી જામીન મુક્ત
હળવદમાંથી બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો બ્રાહ્મણી-૨ ડેમમાંથી મૃતદેહ મળ્યો
SHARE







હળવદમાંથી બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો બ્રાહ્મણી-૨ ડેમમાંથી મૃતદેહ મળ્યો
મોરબી જિલ્લાના હળવદ શહેરના રાણેકપર રોડે આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો યુવાન બે દિવસથી ગુમ હતો તેને શોધવા માટે કવાયત કરી રહ્યા હતા તેવામાં તે યુવાનનો બ્રાહ્મણી-૨ ડેમમાંથી મૃતદેહ મળ્યો હતો જેથી કરીને બોડીને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.
જાણવા મળતી વિગત મુજબ હળવદના રાણેકપર રોડે આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતા પ્રકાશભાઈ હરજીવનભાઈ કંઝરિયા (૨૫) નામનો યુવાન તા.૧૭ ના રોજ પોતાના ઘરે કોઈને કશું જ કહ્યા વગર ચાલ્યો ગયો હતો જેથી ગુમ થયેલ યુવાનને પરિવારજનો શોધી રહ્યા હતા અને ત્યાર બાદ હળવદ પોલીસ સ્ટેશને અરજી આપેલ હતી તેવામાં તે યુવાનનો મૃતદેહ હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળી આવ્યો હતો. જેથી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને બોડીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ પરિવારજનોને જાણ કરી હતી અને મૃતક યુવાનના પિતા હરજીવનભાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે “તેમના દીકરાના મોઢાના ભાગે ઇજાના નિશાન છે. જેથી યુવાનના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવેલ છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ હતી
