મોરબીમાં આયોજિત શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સોમવારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે
SHARE
મોરબીમાં આયોજિત શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સોમવારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે
મોરબીમાં શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આચાર્ય ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવવાના છે જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા ઘનશ્યામ મહારાજને ૧૫૦ વર્ષ થયાં છે જેથી કરીને આગામી તા. ૧૭થી ૨૩ સુધી ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા ૨૦/૫ ના રોજ પારાયણ દરમિયાન નરનારાયણદેવ ગાદી પીઠાધીપતિ આચાર્ય ૧૦૦૮ કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ આવશે અને રૂડા આશીર્વચન આપશે જેનો લાભ લેવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આવવા આયોજકોએ જણાવ્યુ છે